યોહાનનો ત્રીજો પત્ર ૧:૩
કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.યોહાનનો ત્રીજો પત્ર ૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 3 John 1:3
- For I rejoiced greatly when brothers came and testified about your truth, even as you walk in truth.
- हिन्दी — 3 यूहन्ना १:३
- क्योंकि जब भाइयों ने आकर, तेरे उस सत्य की गवाही दी , जिस पर तू सचमुच चलता है, तो मैं बहुत ही आनन्दित हुआ।
સંદર્ભમાં
૧જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.
૨મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે.
૩કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
૪મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.
૫મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે.
