પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૩
‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 11:3
- saying, “You went in to uncircumcised men and ate with them!”
- हिन्दी — प्रेरितों के काम ११:३
- “तूने खतनारहित लोगों के यहाँ जाकर उनके साथ खाया।”
સંદર્ભમાં
૧હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.
૨જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,
૩‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’
૪ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,
૫‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’
