પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨
એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 2:32
- This Jesus God raised up, to which we all are witnesses.
- हिन्दी — प्रेरितों के काम २:३२
- “इसी यीशु को परमेश्वर ने जिलाया, जिसके हम सब गवाह हैं।
સંદર્ભમાં
૩૦તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ;
૩૧એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં.
૩૨એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ.
૩૩માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે.
૩૪કેમ કે દાઉદ તો સ્વર્ગમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે,
