પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૫
તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 20:5
- But these had gone ahead, and were waiting for us at Troas.
- हिन्दी — प्रेरितों के काम २०:५
- पर वे आगे जाकर त्रोआस में हमारी प्रतीक्षा करते रहे।
સંદર્ભમાં
૩તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.
૪પૂર્હસનો (દીકરો) બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા.
૫તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
૬બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.
૭અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, (શિષ્યોને) ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો.
