પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩
‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 22:3
- “I am indeed a Jew, born in Tarsus of Cilicia, but brought up in this city at the feet of Gamaliel, instructed according to the strict tradition of the law of our fathers, being zealous for God, even as you all are today.
- हिन्दी — प्रेरितों के काम २२:३
- “मैं तो यहूदी हूँ, जो किलिकिया के तरसुस में जन्मा; परन्तु इस नगर में गमलीएल के पाँवों के पास बैठकर शिक्षा प्राप्त की, और पूर्वजों की व्यवस्था भी ठीक रीति पर सिखाया गया; और परमेश्वर के लिये ऐसी धुन लगाए था, जैसे तुम सब आज लगाए हो।
સંદર્ભમાં
૧‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’”
૨તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,
૩‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
૪વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
૫પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
