Skip to content
Methodist Church Nadiad

પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૨

ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.

પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૨૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishActs 23:22
So the commanding officer let the young man go, charging him, “Tell no one that you have revealed these things to me.”
हिन्दीप्रेरितों के काम २३:२२
तब सैन्य-दल के सरदार ने जवान को यह निर्देश देकर विदा किया, “किसी से न कहना कि तूने मुझ को ये बातें बताई हैं।”

સંદર્ભમાં

૨૦તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.

૨૧એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.

૨૨ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.

૨૩પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;

૨૪અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.