પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૧
કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 24:11
- seeing that you can verify that it is not more than twelve days since I went up to worship at Jerusalem.
- हिन्दी — प्रेरितों के काम २४:११
- तू आप जान सकता है, कि जब से मैं यरूशलेम में आराधना करने को आया, मुझे बारह दिन से ऊपर नहीं हुए।
સંદર્ભમાં
૯યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.
૧૦પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
૧૧કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
૧૨સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.
૧૩મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી.
