પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૪
પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 24:4
- But that I don’t delay you, I entreat you to bear with us and hear a few words.
- हिन्दी — प्रेरितों के काम २४:४
- परन्तु इसलिए कि तुझे और दुःख नहीं देना चाहता, मैं तुझ से विनती करता हूँ, कि कृपा करके हमारी दो एक बातें सुन ले।
સંદર્ભમાં
૨પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે,
૩તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ.
૪પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો.
૫કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે.
૬તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા.
