આમોસ ૧:૨
તેણે કહ્યું, યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; યરુશાલેમમાંથી પોકાર કરશે; ભરવાડો શોકાતુર થઈ જશે, અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”આમોસ ૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 1:2
- He said: “The LORD will roar from Zion, and utter his voice from Jerusalem; and the pastures of the shepherds will mourn, and the top of Carmel will wither.”
- हिन्दी — आमोस १:२
- “यहोवा सिय्योन से गरजेगा और यरूशलेम से अपना शब्द सुनाएगा; तब चरवाहों की चराइयाँ विलाप करेंगी, और कर्मेल की चोटी झुलस जाएगी।”
સંદર્ભમાં
૧યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો. તે પહેલાં બે વર્ષ અગાઉ તકોઆના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયાં તે.
૨તેણે કહ્યું, યહોવાહ સિયોનમાંથી ગર્જના કરશે; યરુશાલેમમાંથી પોકાર કરશે; ભરવાડો શોકાતુર થઈ જશે, અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે.”
૩યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.
૪પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
