આમોસ ૧:૫
વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.આમોસ ૧:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 1:5
- I will break the bar of Damascus, and cut off the inhabitant from the valley of Aven, and him who holds the scepter from the house of Eden; and the people of Syria shall go into captivity to Kir,” says the LORD.
- हिन्दी — आमोस १:५
- मैं दमिश्क के बेंड़ों को तोड़ डालूँगा, और आवेन नामक तराई के रहनेवालों को और बेतएदेन के घर में रहनेवाले राजदण्डधारी को नष्ट करूँगा; और अराम के लोग बन्दी होकर कीर को जाएँगे, यहोवा का यही वचन है।”
સંદર્ભમાં
૩યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.
૪પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.
૫વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.
૬યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે, તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહિ, કેમ કે અદોમના લોકોને સોપી દેવા માટે, તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.
૭હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ, અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે.
