આમોસ ૪:૧૨
“એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!આમોસ ૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 4:12
- “Therefore I will do this to you, Israel; because I will do this to you, prepare to meet your God, Israel.
- हिन्दी — आमोस ४:१२
- “इस कारण, हे इस्राएल, मैं तुझ से ऐसा ही करूँगा, और इसलिए कि मैं तुझ में यह काम करने पर हूँ, हे इस्राएल, अपने परमेश्वर के सामने आने के लिये तैयार हो जा!”
સંદર્ભમાં
૧૦“મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે, અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારાં નસકોરામાં ભરી છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ’ એવું યહોવાહ કહે છે.
૧૧“ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી, તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી. તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા, તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.
૧૨“એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!
૧૩માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે. તે મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.”
