આમોસ ૬:૧૨
શું ઘોડો ખડક પર દોડી શકે? શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે? કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ, અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.આમોસ ૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 6:12
- Do horses run on the rocky crags? Does one plow there with oxen? But you have turned justice into poison, and the fruit of righteousness into bitterness,
- हिन्दी — आमोस ६:१२
- क्या घोड़े चट्टान पर दौड़ें? क्या कोई ऐसे स्थान में बैलों से जोते जहाँ तुम लोगों ने न्याय को विष से, और धार्मिकता के फल को कड़वे फल में बदल डाला है?
સંદર્ભમાં
૧૦જ્યારે કોઈ માણસનાં સગામાંથી એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરનાં સૌથી અંદરના માણસને પૂછશે કે હજી બીજો કોઈ તારી સાથે છે? અને તે કહેશે “ના” ત્યારે પેલો કહેશે “ચૂપ રહે; કેમ કે આપણે યહોવાહનું નામ ઉચ્ચારવા લાયક નથી.”
૧૧કેમ કે, જુઓ, યહોવાહ આજ્ઞા કરે છે, તેથી મોટા ઘરોમાં ફાટફૂટ થશે, અને નાના ઘરના ફાંટો પડશે.
૧૨શું ઘોડો ખડક પર દોડી શકે? શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે? કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ, અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે.
૧૩જેઓ તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો, વળી જેઓ કહે છે, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”
૧૪સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલના વંશજો” “જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ, “તે ઉત્તરમાં હમાથના ઘાટીથી દક્ષિણમાં અરાબાની ખાડી સુધી સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે.”
