આમોસ ૮:૧૦
વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.આમોસ ૮:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 8:10
- I will turn your feasts into mourning, and all your songs into lamentation; and I will make you wear sackcloth on all your bodies, and baldness on every head. I will make it like the mourning for an only son, and its end like a bitter day.
- हिन्दी — आमोस ८:१०
- मैं तुम्हारे पर्वों के उत्सव को दूर करके विलाप कराऊँगा, और तुम्हारे सब गीतों को दूर करके विलाप के गीत गवाऊँगा; मैं तुम सब की कमर में टाट बँधाऊँगा, और तुम सब के सिरों को मुँण्डाऊँगा; और ऐसा विलाप कराऊँगा जैसा एकलौते के लिये होता है, और उसका अन्त कठिन दुःख के दिन का सा होगा।”
સંદર્ભમાં
૮શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ, અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ? હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે, તે ખળભળી જશે, અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.
૯“તે દિવસે એમ થશે કે” હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ, અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ. એમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૦વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.
૧૧પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, “જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
૧૨તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી; અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે, પણ તે તેઓને મળશે નહિ.
