આમોસ ૯:૧૨
જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું, અને બીજા બધા પ્રજાઓ જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે’ આ કરનાર હું યહોવાહ તે કહું છું.આમોસ ૯:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Amos 9:12
- that they may possess the remnant of Edom and all the nations who are called by my name,” says the LORD who does this.
- हिन्दी — आमोस ९:१२
- जिससे वे बचे हुए एदोमियों को वरन् सब जातियों को जो मेरी कहलाती हैं, अपने अधिकार में लें,” यहोवा जो यह काम पूरा करता है, उसकी यही वाणी है। (प्रेरि. 15:16-18)
સંદર્ભમાં
૧૦મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે, અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”
૧૧“તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ, અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ. તેના ખંડેરોની મરામત કરીશ, અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ,
૧૨જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું, અને બીજા બધા પ્રજાઓ જે પહેલાં મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે’ આ કરનાર હું યહોવાહ તે કહું છું.
૧૩“જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે, કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે, અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે, અને સર્વ ડુંગરો પીગળી જશે.
૧૪હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.
