ક્લોસ્સીઓને પત્ર ૧:૩
કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.ક્લોસ્સીઓને પત્ર ૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 1:3
- We give thanks to God the Father of our Lord Jesus Christ, praying always for you,
- हिन्दी — कुलुस्सियों १:३
- हम तुम्हारे लिये नित प्रार्थना करके अपने प्रभु यीशु मसीह के पिता अर्थात् परमेश्वर का धन्यवाद करते हैं।
સંદર્ભમાં
૧ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે
૨કે, ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.
૩કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.
૪ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ;
૫તે આશા વિષે તમે સુવાર્તાનાં સત્ય સંદેશામાં અગાઉ સાંભળ્યું હતું;
