ક્લોસ્સીઓને પત્ર ૪:૧૦
મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’ક્લોસ્સીઓને પત્ર ૪:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 4:10
- Aristarchus, my fellow prisoner, greets you, and Mark the cousin of Barnabas (concerning whom you received instructions, “if he comes to you, receive him”),
- हिन्दी — कुलुस्सियों ४:१०
- अरिस्तर्खुस जो मेरे साथ कैदी है, और मरकुस जो बरनबास का भाई लगता है। (जिसके विषय में तुम ने निर्देश पाया था कि यदि वह तुम्हारे पास आए, तो उससे अच्छी तरह व्यवहार करना।)
સંદર્ભમાં
૮તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
૯તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
૧૦મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’
૧૧અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
૧૨એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.
