દાનિયેલ ૧૨:૨
જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.દાનિયેલ ૧૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 12:2
- Many of those who sleep in the dust of the earth will awake, some to everlasting life, and some to shame and everlasting contempt.
- हिन्दी — दानिय्येल १२:२
- और जो भूमि के नीचे सोए रहेंगे उनमें से बहुत से लोग जाग उठेंगे, कितने तो सदा के जीवन के लिये, और कितने अपनी नामधराई और सदा तक अत्यन्त घिनौने ठहरने के लिये। (यूह. 5:28, 29)
સંદર્ભમાં
૧“તે સમયે તારા લોકોની રક્ષા કરનાર મહાન રાજસરદાર મિખાએલ ઊભો થશે. અને સંકટનો એવો સમય આવશે કે પ્રજાઓ ઉત્પન્ન થઈ ત્યારથી અત્યાર સુધીમાં એવો સમય કદી આવ્યો નથી. તે સમયે તારા લોકો જેઓનાં નામ જીવનના પુસ્તકમાં લખાયેલાં માલૂમ પડશે છે તેઓ બચી જશે.
૨જેઓ પૃથ્વીની ધૂળમાં સૂઈ ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને અનંતજીવન મળશે, કેટલાક અનંતકાળ સુધી શરમિંદા તથા તિરસ્કારપાત્ર થશે.
૩જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.
૪પણ હે દાનિયેલ, અંતના સમય સુધી તું આ વચનોને ગુપ્ત રાખીને આ પુસ્તકને મહોર માર જે ઘણા લોકો અહીંતહીં દોડશે અને ડહાપણની વૃદ્ધિ થશે.
