દાનિયેલ ૨:૧૫
દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી.દાનિયેલ ૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 2:15
- He answered Arioch the king’s captain, “Why is the decree so urgent from the king?” Then Arioch made the thing known to Daniel.
- हिन्दी — दानिय्येल २:१५
- और राजा के हाकिम अर्योक से पूछने लगा, “यह आज्ञा राजा की ओर से ऐसी उतावली के साथ क्यों निकली?” तब अर्योक ने दानिय्येल को इसका भेद बता दिया।
સંદર્ભમાં
૧૩એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
૧૪આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
૧૫દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી.
૧૬તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
૧૭પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
