દાનિયેલ ૪:૨૯
બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો.દાનિયેલ ૪:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 4:29
- At the end of twelve months he was walking in the royal palace of Babylon.
- हिन्दी — दानिय्येल ४:२९
- बारह महीने बीतने पर जब वह बाबेल के राजभवन की छत पर टहल रहा था, तब वह कहने लगा,
સંદર્ભમાં
૨૭માટે, રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાઓ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહોજલાલી લાંબા કાળ સુધી ટકે.”
૨૮આ બધું નબૂખાદનેસ્સાર રાજા સાથે બન્યું.
૨૯બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો.
૩૦રાજા બોલ્યો કે, “આ મહાન બાબિલ જે મેં મારા રાજ્યગૃહને માટે તથા મારા ગૌરવ તથા મહિમા વધારવા માટે બાંધ્યું નથી?”
૩૧હજી તો રાજા આ કહેતો હતો, ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ હુકમ છે કે આ રાજ્ય હવે તારી પાસે રહ્યું નથી.
