દાનિયેલ ૫:૨૪
તેથી તેમની પાસેથી આ હાથને મોકલવામાં આવ્યો અને આ લખાણ લખાવામાં આવ્યું.દાનિયેલ ૫:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 5:24
- Then the part of the hand was sent from before him, and this writing was inscribed.
- हिन्दी — दानिय्येल ५:२४
- “तब ही यह हाथ का एक भाग उसी की ओर से प्रगट किया गया है और वे शब्द लिखे गए हैं।
સંદર્ભમાં
૨૨હે બેલ્શાસ્સાર તેમના પુત્ર આ બધું જાણ્યા છતાં આપ નમ્ર થયા નથી.
૨૩પણ તમે આકાશના ઈશ્વરની સામે ગર્વ કર્યો છે. તેમના ભક્તિસ્થાનમાંથી પાત્રો લાવીને તમે, તમારા અમીર ઉમરાવોએ, તમારી પત્નીઓએ અને ઉપપત્નીઓએ તેમાંથી દ્રાક્ષારસ પીધો છે. તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા તથા પથ્થરની મૂર્તિઓ કે જે મૂર્તિઓ જોતી નથી, સાંભળતી નથી કે જાણતી નથી તેઓની પૂજા કરી છે. જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે જે તમારા સઘળા માર્ગો જાણે છે, તે ઈશ્વરને તમે માન આપ્યું નથી.
૨૪તેથી તેમની પાસેથી આ હાથને મોકલવામાં આવ્યો અને આ લખાણ લખાવામાં આવ્યું.
૨૫તે લખાણ આ છે: ‘મેને, મેને, તકેલ, ઉફાર્સીન.’
૨૬તેનો અર્થ આ છે: ‘મેને’ એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે.
