દાનિયેલ ૮:૭
મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરા પર ક્રોધે ભરાયો હતો, તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બન્ને શિંગડાં ભાંગી નાખ્યાં. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો. કેમ કે તેના બળથી તેને બચાવનાર કોઈ જ ન હતું.દાનિયેલ ૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 8:7
- I saw him come close to the ram, and he was moved with anger against him, and struck the ram, and broke his two horns. There was no power in the ram to stand before him; but he cast him down to the ground and trampled on him. There was no one who could deliver the ram out of his hand.
- हिन्दी — दानिय्येल ८:७
- मैंने देखा कि वह मेढ़े के निकट आकर उस पर झुँझलाया; और मेढ़े को मारकर उसके दोनों सींगों को तोड़ दिया; और उसका सामना करने को मेढ़े का कुछ भी वश न चला; तब बकरे ने उसको भूमि पर गिराकर रौंद डाला; और मेढ़े को उसके हाथ से छुड़ानेवाला कोई न मिला।
સંદર્ભમાં
૫આ વિષે હું વિચારતો હતો, તો મેં જોયું કે પશ્ચિમ તરફથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો, તેના પગ જમીનને અડકતા પણ નહોતા. તે બકરાની આંખો વચ્ચે એક મોટું શિંગડું હતું.
૬જે શિંગડાવાળા બકરાને મેં નદીકાંઠે ઊભેલો જોયો હતો, તેની પાસે તે આવ્યો-તે બકરો પેલા બકરા તરફ પૂરા સામર્થ્યથી ઘસી ગયો.
૭મેં બકરાને તેની નજીક આવતો જોયો. તે બકરા પર ક્રોધે ભરાયો હતો, તેણે પેલા બકરા ઉપર હુમલો કર્યો અને તેના બન્ને શિંગડાં ભાંગી નાખ્યાં. એ બકરો તેની આગળ ઊભો રહેવાને અશક્ત હતો. આવેલા બકરાએ તેને નીચે પછાડી દીધો અને તેને કચડી નાખ્યો. કેમ કે તેના બળથી તેને બચાવનાર કોઈ જ ન હતું.
૮ત્યારે તે બકરાએ ઘણું મહત્વ ધારણ કર્યું. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું મોટું શિંગડું ભાંગી ગયું, તેની જગ્યાએ આકાશના ચાર પવન તરફ ચાર મોટા શિંગડાં ફૂટી નીકળ્યાં.
૯તેઓમાંથી એક નાનું શિગડું ફૂટી આવ્યું, પણ દક્ષિણ તરફ, પૂર્વ તરફ તથા રળિયામણા દેશ ઇઝરાયલ તરફ તે લંબાઈને ઘણું મોટું થયું.
