Skip to content
Methodist Church Nadiad
હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,

દાનિયેલ ૯:૧૭ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishDaniel 9:17
“Now therefore, our God, listen to the prayer of your servant and to his petitions, and cause your face to shine on your sanctuary that is desolate, for the Lord’s sake.
हिन्दीदानिय्येल ९:१७
हे हमारे परमेश्वर, अपने दास की प्रार्थना और गिड़गिड़ाहट सुनकर, अपने उजड़े हुए पवित्रस्थान पर अपने मुख का प्रकाश चमका; हे प्रभु, अपने नाम के निमित्त यह कर।

સંદર્ભમાં

૧૫હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.

૧૬હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે.

૧૭હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,

૧૮હે મારા ઈશ્વર, કાન દઈને અમારી વિનંતી સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ.

૧૯હે પ્રભુ, સાંભળો, હે પ્રભુ, ક્ષમા કરો, હે પ્રભુ, સાંભળો અને અમારી અરજ ફળીભૂત કરો! હે મારા ઈશ્વર તમારી પોતાની ખાતર વિલંબ ન કરો, કેમ કે તમારા લોકો અને તમારું નગર તમારા નામથી ઓળખાય છે.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.