દાનિયેલ ૯:૨
તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, ‘યહોવાહનું વચન જે યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી’ તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.દાનિયેલ ૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 9:2
- in the first year of his reign I, Daniel, understood by the books the number of the years about which the LORD’s word came to Jeremiah the prophet for the accomplishing of the desolations of Jerusalem, even seventy years.
- हिन्दी — दानिय्येल ९:२
- उसके राज्य के पहले वर्ष में, मुझ दानिय्येल ने शास्त्र के द्वारा समझ लिया कि यरूशलेम की उजड़ी हुई दशा यहोवा के उस वचन के अनुसार, जो यिर्मयाह नबी के पास पहुँचा था, कुछ वर्षों के बीतने पर अर्थात् सत्तर वर्ष के बाद पूरी हो जाएगी।
સંદર્ભમાં
૧માદીઓના વંશનો અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ હતો. એ અહાશ્વેરોશ બાબિલીઓના વિસ્તારનો રાજા હતો.
૨તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, ‘યહોવાહનું વચન જે યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી’ તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.
૩પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.
૪મેં યહોવાહ મારા ઈશ્વરને પ્રાર્થના કરીને તથા પાપોને કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, જેઓ તમારા કરારને વળગી રહે છે, તમારા ઉપર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞાઓનું પાલન કરે છે તેઓના પર દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર છો.
