દાનિયેલ ૯:૨૩
તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.દાનિયેલ ૯:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 9:23
- At the beginning of your petitions the commandment went out, and I have come to tell you, for you are greatly beloved. Therefore consider the matter and understand the vision.
- हिन्दी — दानिय्येल ९:२३
- जब तू गिड़गिड़ाकर विनती करने लगा, तब ही इसकी आज्ञा निकली, इसलिए मैं तुझे बताने आया हूँ, क्योंकि तू अति प्रिय ठहरा है; इसलिए उस विषय को समझ ले और दर्शन की बात का अर्थ जान ले।
સંદર્ભમાં
૨૧હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.
૨૨તેણે મને સમજણ પાડી અને મને કહ્યું, “હે દાનિયેલ, હું તને બુદ્ધિ તથા સમજ આપવા આવ્યો છું.
૨૩તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.
૨૪અપરાધનો અંત લાવવાને, પાપનો અંત લાવવાનો, દુષ્ટતાનું શુદ્ધિકરણ કરવાને, અનંતકાળનું ન્યાયીપણું લાવવાને, સંદર્શન તથા ભવિષ્યવાણી અમલમાં મૂકવાનું, પરમપવિત્રનો અભિષેક કરવાનું તારા લોકો અને તારા નગરને માટે નિર્માણ કરેલાં છે.
૨૫માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાનો તથા તેને બાંધવાનો હુકમ થયાના સમયથી તે અભિષિક્તના સમય સુધી સાત અઠવાડિયાં લાગશે. બાસઠ અઠવાડિયામાં યરુશાલેમની શેરીઓ તથા ખાઈ આપત્તિના સમયમાં પણ ફરી બંધાશે.
