પુનર્નિયમ ૧:૨૭
અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.પુનર્નિયમ ૧:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 1:27
- You murmured in your tents, and said, “Because the LORD hated us, he has brought us out of the land of Egypt, to deliver us into the hand of the Amorites to destroy us.
- हिन्दी — व्यवस्थाविवरण १:२७
- अपने-अपने डेरे में यह कहकर कुड़कुड़ाने लगे, ‘यहोवा हम से बैर रखता है, इस कारण हमको मिस्र देश से निकाल ले आया है, कि हमको एमोरियों के वश में करके हमारा सत्यानाश कर डाले।
સંદર્ભમાં
૨૫અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
૨૬“પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.
૨૭અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.
૨૮હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”
૨૯ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.
