પુનર્નિયમ ૧:૪૦
પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.”પુનર્નિયમ ૧:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 1:40
- But as for you, turn, and take your journey into the wilderness by the way to the Red Sea.”
- हिन्दी — व्यवस्थाविवरण १:४०
- परन्तु तुम लोग घूमकर कूच करो, और लाल समुद्र के मार्ग से जंगल की ओर जाओ।’
સંદર્ભમાં
૩૮નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.
૩૯વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.
૪૦પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.”
૪૧ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.
૪૨યહોવાહે મને કહ્યું, “તેઓને કહે કે, ‘હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી.”
