પુનર્નિયમ ૧:૪૩
એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.પુનર્નિયમ ૧:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 1:43
- So I spoke to you, and you didn’t listen; but you rebelled against the commandment of the LORD, and were presumptuous, and went up into the hill country.
- हिन्दी — व्यवस्थाविवरण १:४३
- यह बात मैंने तुम से कह दी, परन्तु तुम ने न मानी; किन्तु ढिठाई से यहोवा की आज्ञा का उल्लंघन करके पहाड़ पर चढ़ गए।
સંદર્ભમાં
૪૧ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.
૪૨યહોવાહે મને કહ્યું, “તેઓને કહે કે, ‘હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી.”
૪૩એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.
૪૪પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
૪૫તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.
