પુનર્નિયમ ૧૨:૧૦
તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો.પુનર્નિયમ ૧૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 12:10
- But when you go over the Jordan and dwell in the land which the LORD your God causes you to inherit, and he gives you rest from all your enemies around you, so that you dwell in safety,
- हिन्दी — व्यवस्थाविवरण १२:१०
- परन्तु जब तुम यरदन पार जाकर उस देश में जिसके भागी तुम्हारा परमेश्वर यहोवा तुम्हें करता है बस जाओ, और वह तुम्हारे चारों ओर के सब शत्रुओं से तुम्हें विश्राम दे,
સંદર્ભમાં
૮આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ;
૯કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.
૧૦તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો.
૧૧ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.
૧૨તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
