Skip to content
Methodist Church Nadiad

પુનર્નિયમ ૧૭:૧૦

યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું.

પુનર્નિયમ ૧૭:૧૦ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishDeuteronomy 17:10
You shall do according to the decisions of the verdict which they shall give you from that place which the LORD chooses. You shall observe to do according to all that they shall teach you.
हिन्दीव्यवस्थाविवरण १७:१०
और न्याय की जैसी बात उस स्थान के लोग जो यहोवा चुन लेगा तुझे बता दें, उसी के अनुसार करना; और जो व्यवस्था वे तुझे दें उसी के अनुसार चलने में चौकसी करना;

સંદર્ભમાં

જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.

લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.

૧૦યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું.

૧૧તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.

૧૨જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.