પુનર્નિયમ ૨:૧૧
અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.પુનર્નિયમ ૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 2:11
- These also are considered to be Rephaim, as the Anakim; but the Moabites call them Emim.
- हिन्दी — व्यवस्थाविवरण २:११
- और अनाकियों के समान वे भी रपाई गिने जाते थे, परन्तु मोआबी उन्हें एमी कहते हैं।
સંદર્ભમાં
૯યહોવાહે મને કહ્યું કે, “મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે.”
૧૦અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા.
૧૧અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
૧૨અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
૧૩“હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો.” તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા.
