પુનર્નિયમ ૨૧:૧૯
તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.પુનર્નિયમ ૨૧:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 21:19
- then his father and his mother shall take hold of him and bring him out to the elders of his city and to the gate of his place.
- हिन्दी — व्यवस्थाविवरण २१:१९
- तो उसके माता-पिता उसे पकड़कर अपने नगर से बाहर फाटक के निकट नगर के पुरनियों के पास ले जाएँ,
સંદર્ભમાં
૧૭પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
૧૮જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય.
૧૯તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.
૨૦અને તેઓ તે નગરના વડીલોને કહે કે “આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે.”
૨૧પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.
