પુનર્નિયમ ૨૨:૧૫
તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.પુનર્નિયમ ૨૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 22:15
- then the young lady’s father and mother shall take and bring the tokens of the young lady’s virginity to the elders of the city in the gate.
- हिन्दी — व्यवस्थाविवरण २२:१५
- तो उस कन्या के माता-पिता उसके कुँवारीपन के चिन्ह लेकर नगर के वृद्ध लोगों के पास फाटक के बाहर जाएँ;
સંદર્ભમાં
૧૩જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
૧૪તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”
૧૫તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
૧૬અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”
૧૭જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
