પુનર્નિયમ ૨૨:૬
જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ.પુનર્નિયમ ૨૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 22:6
- If you come across a bird’s nest on the way, in any tree or on the ground, with young ones or eggs, and the hen sitting on the young, or on the eggs, you shall not take the hen with the young.
- हिन्दी — व्यवस्थाविवरण २२:६
- “यदि वृक्ष या भूमि पर तेरे सामने मार्ग में किसी चिड़िया का घोंसला मिले, चाहे उसमें बच्चे हों चाहे अण्डे, और उन बच्चों या अण्डों पर उनकी माँ बैठी हुई हो, तो बच्चों समेत माँ को न लेना;
સંદર્ભમાં
૪તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
૫સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
૬જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ.
૭તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
૮જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
