પુનર્નિયમ ૨૮:૪૨
તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.પુનર્નિયમ ૨૮:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 28:42
- Locusts will consume all of your trees and the fruit of your ground.
- हिन्दी — व्यवस्थाविवरण २८:४२
- तेरे सब वृक्ष और तेरी भूमि की उपज टिड्डियाँ खा जाएँगी।
સંદર્ભમાં
૪૦તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.
૪૧તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
૪૨તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.
૪૩તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.
૪૪તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
