પુનર્નિયમ ૩:૧૧
કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.પુનર્નિયમ ૩:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 3:11
- (For only Og king of Bashan remained of the remnant of the Rephaim. Behold, his bedstead was a bedstead of iron. Isn’t it in Rabbah of the children of Ammon? Nine cubits was its length, and four cubits its width, after the cubit of a man.)
- हिन्दी — व्यवस्थाविवरण ३:११
- जो रपाई रह गए थे, उनमें से केवल बाशान का राजा ओग रह गया था, उसकी चारपाई जो लोहे की है वह तो अम्मोनियों के रब्बाह नगर में पड़ी है, साधारण पुरुष के हाथ के हिसाब से उसकी लम्बाई नौ हाथ की और चौड़ाई चार हाथ की है।
સંદર્ભમાં
૯સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે;
૧૦સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
૧૧કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
૧૨અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએર થી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.
૧૩ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.
