પુનર્નિયમ ૩૨:૪૫
પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.પુનર્નિયમ ૩૨:૪૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 32:45
- Moses finished reciting all these words to all Israel.
- हिन्दी — व्यवस्थाविवरण ३२:४५
- जब मूसा ये सब वचन सब इस्राएलियों से कह चुका,
સંદર્ભમાં
૪૩ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.
૪૪મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.
૪૫પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.
૪૬ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.
૪૭આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”
