પુનર્નિયમ ૩૩:૨૨
મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.”પુનર્નિયમ ૩૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 33:22
- About Dan he said, “Dan is a lion’s cub that leaps out of Bashan.”
- हिन्दी — व्यवस्थाविवरण ३३:२२
- फिर दान के विषय में उसने कहा, “दान तो बाशान से कूदनेवाला सिंह का बच्चा है।”
સંદર્ભમાં
૨૦ગાદ વિષે મૂસાએ કહ્યું, “ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. તે ત્યાં સિંહણ જેવો રહે, તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
૨૧તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
૨૨મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.”
૨૩નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.”
૨૪આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
