પુનર્નિયમ ૩૩:૩
હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.પુનર્નિયમ ૩૩:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 33:3
- Yes, he loves the people. All his saints are in your hand. They sat down at your feet. Each receives your words.
- हिन्दी — व्यवस्थाविवरण ३३:३
- वह निश्चय लोगों से प्रेम करता है; उसके सब पवित्र लोग तेरे हाथ में हैं; वे तेरे पाँवों के पास बैठे रहते हैं, एक-एक तेरे वचनों से लाभ उठाता है। (इफि. 1:8)
સંદર્ભમાં
૧અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
૨મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
૩હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
૪મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
૫જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
