Skip to content
Methodist Church Nadiad
અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, અને તમારો કરાર તેઓ પાળે છે.

પુનર્નિયમ ૩૩:૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishDeuteronomy 33:9
He said of his father, and of his mother, ‘I have not seen him.’ He didn’t acknowledge his brothers, nor did he know his own children; for they have observed your word, and keep your covenant.
हिन्दीव्यवस्थाविवरण ३३:९
उसने तो अपने माता-पिता के विषय में कहा, ‘मैं उनको नहीं जानता;’ और न तो उसने अपने भाइयों को अपना माना, और न अपने पुत्रों को पहचाना। क्योंकि उन्होंने तेरी बातें मानीं, और वे तेरी वाचा का पालन करते हैं। (मत्ती 10:37)

સંદર્ભમાં

મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.”

ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.

અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, અને તમારો કરાર તેઓ પાળે છે.

૧૦તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; અને તેઓ તમારી આગળ ધૂપ, તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.

૧૧હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, અને તેઓના હાથનાં કામો સ્વીકારો; જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.