પુનર્નિયમ ૪:૨૭
યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.પુનર્નિયમ ૪:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 4:27
- The LORD will scatter you among the peoples, and you will be left few in number among the nations where the LORD will lead you away.
- हिन्दी — व्यवस्थाविवरण ४:२७
- और यहोवा तुम को देश-देश के लोगों में तितर-बितर करेगा, और जिन जातियों के बीच यहोवा तुम को पहुँचाएगा उनमें तुम थोड़े ही से रह जाओगे।
સંદર્ભમાં
૨૫તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;
૨૬તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.
૨૭યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે.
૨૮અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.
૨૯પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.
