Skip to content
Methodist Church Nadiad
તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.

પુનર્નિયમ ૪:૩૬ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishDeuteronomy 4:36
Out of heaven he made you to hear his voice, that he might instruct you. On earth he made you to see his great fire; and you heard his words out of the middle of the fire.
हिन्दीव्यवस्थाविवरण ४:३६
आकाश में से उसने तुझे अपनी वाणी सुनाई कि तुझे शिक्षा दे; और पृथ्वी पर उसने तुझे अपनी बड़ी आग दिखाई, और उसके वचन आग के बीच में से आते हुए तुझे सुनाई पड़े।

સંદર્ભમાં

૩૪અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?

૩૫આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.

૩૬તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.

૩૭અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા.

૩૮એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.