પુનર્નિયમ ૫:૧૩
છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;પુનર્નિયમ ૫:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 5:13
- You shall labor six days, and do all your work;
- हिन्दी — व्यवस्थाविवरण ५:१३
- छः दिन तो परिश्रम करके अपना सारा काम-काज करना; (लूका 13:14)
સંદર્ભમાં
૧૧તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
૧૨યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ.
૧૩છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર;
૧૪પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
૧૫યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
