પુનર્નિયમ ૫:૩૦
જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”પુનર્નિયમ ૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 5:30
- “Go tell them, ‘Return to your tents.’
- हिन्दी — व्यवस्थाविवरण ५:३०
- इसलिए तू जाकर उनसे कह दे, कि अपने-अपने डेरों को लौट जाओ।
સંદર્ભમાં
૨૮જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.
૨૯જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે.
૩૦જા, તેઓને કહે કે, “તમે તમારા તંબુઓમાં પાછા જાઓ.”
૩૧પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
૩૨માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ.
