સભાશિક્ષક ૧૧:૩
જો વાદળાં પાણીથી ભરેલાં હોય, તો તે વરસાદ લાવે છે, જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે.સભાશિક્ષક ૧૧:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 11:3
- If the clouds are full of rain, they empty themselves on the earth; and if a tree falls toward the south, or toward the north, in the place where the tree falls, there shall it be.
- हिन्दी — सभोपदेशक ११:३
- यदि बादल जलभरे हैं, तब उसको भूमि पर उण्डेल देते हैं; और वृक्ष चाहे दक्षिण की ओर गिरे या उत्तर की ओर, तो भी जिस स्थान पर वृक्ष गिरेगा, वहीं पड़ा रहेगा।
સંદર્ભમાં
૧તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે .
૨સાતને હા, વળી આઠને પણ હિસ્સો આપ, કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે તેની તને ખબર નથી
૩જો વાદળાં પાણીથી ભરેલાં હોય, તો તે વરસાદ લાવે છે, જો કોઈ ઝાડ દક્ષિણ તરફ કે ઉત્તર તરફ પડે, તો તે જ્યાં પડે ત્યાં જ પડ્યું રહે છે.
૪જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ, અને જે માણસ વાદળ જોતો રહેશે તે કાપણી કરશે નહિ.
૫પવનની ગતિ શી છે, તથા ગર્ભવતીના ગર્ભમાં હાડકાં કેવી રીતે વધે છે તે તું જાણતો નથી તેમ જ ઈશ્વર જે કંઈ કાર્ય કરે છે તે તું જાણતો નથી. તેમણે સર્વ સર્જ્યું છે.
