સભાશિક્ષક ૮:૧૨
જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.સભાશિક્ષક ૮:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 8:12
- Though a sinner commits crimes a hundred times, and lives long, yet surely I know that it will be better with those who fear God, who are reverent before him.
- हिन्दी — सभोपदेशक ८:१२
- चाहे पापी सौ बार पाप करे अपने दिन भी बढ़ाए, तो भी मुझे निश्चय है कि जो परमेश्वर से डरते हैं और उसको सम्मुख जानकर भय से चलते हैं, उनका भला ही होगा;
સંદર્ભમાં
૧૦તેથી મેં દુષ્ટોને દફ્નાવેલા જોયા અને ન્યાયીઓને પવિત્રસ્થાનમાંથી લઈ લેવામાં આવ્યા. અને જ્યાં તેમણે દુષ્ટ કામ કર્યા હતાં ત્યાં દફનાવવામાં આવ્યા. લોકોએ નગરમાં તેમને માન આપ્યું.તેનું સ્મરણ નષ્ટ થયું આ પણ વ્યર્થતા છે.
૧૧તેથી દુષ્ટ કામની વિરુદ્ધ દંડ આપવાની આજ્ઞા જલદીથી અમલમાં મૂકાતી નથી. અને તે માટે લોકોનું હૃદય દુષ્ટ કાર્ય કરવામાં સંપૂર્ણ લાગેલું છે.
૧૨જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.
૧૩પણ દુષ્ટોનું ભલું થશે નહિ. અને તેઓનું આયુષ્ય છાયારૂપ થશે. તે દીર્ઘ થશે નહિ. કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખતા નથી.
૧૪દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે અને દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ મળે છે. મેં કહ્યું આ પણ વ્યર્થતા છે.
