એસ્તેર ૫:૮
જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઇચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને સારુ આવતી કાલે તૈયાર કરું તેમાં આવે, ત્યારે હું રાજાના પ્રશ્નોના જવાબ આપીશ.”એસ્તેર ૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Esther 5:8
- If I have found favor in the sight of the king, and if it pleases the king to grant my petition and to perform my request, let the king and Haman come to the banquet that I will prepare for them, and I will do tomorrow as the king has said.”
- हिन्दी — एस्तेर ५:८
- कि यदि राजा मुझ पर प्रसन्न है और मेरा निवेदन सुनना और जो वरदान मैं माँगू वही देना राजा को स्वीकार हो, तो राजा और हामान कल उस भोज में आएँ जिसे मैं उनके लिये करूँगी, और कल मैं राजा के इस वचन के अनुसार करूँगी।”
સંદર્ભમાં
૬દ્રાક્ષારસ પીતી વેળાએ રાજાએ એસ્તેરને કહ્યું, “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે પ્રમાણે તને આપવામાં આવશે. તારી શી વિનંતી છે? જો અર્ધા રાજ્ય સુધી તું માગશે તે હું તે મંજૂર કરીશ.”
૭ત્યારે એસ્તેરે પ્રત્યુત્તર આપ્યો, “મારી અરજ તથા મારી વિનંતી આ છે.
૮જો આપની મારા પર કૃપાદ્રષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઇચ્છા હોય તો રાજા અને હામાન જે મિજબાની હું તેઓને સારુ આવતી કાલે તૈયાર કરું તેમાં આવે, ત્યારે હું રાજાના પ્રશ્નોના જવાબ આપીશ.”
૯ત્યારે તે દિવસે હામાન હરખાતો તથા આનંદ કરતો બહાર નીકળ્યો. ત્યારે હામાને મોર્દખાયને રાજાના દરવાજામાં બેઠેલો જોયો, પણ તેને જોઈને મોર્દખાય ઊભો થયો નહિ કે ગભરાયો પણ નહિ, તેથી હામાન મોર્દખાય પર ક્રોધે ભરાયો.
૧૦તેમ છતાં હામાન ગુસ્સા પર કાબૂ રાખી ઘરે પાછો આવ્યો અને તેની પત્ની ઝેરેશ તથા તેના મિત્રોને ભેગા કર્યા.
