Skip to content
Methodist Church Nadiad
ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, “હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.

એસ્તેર ૭:૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishEsther 7:3
Then Esther the queen answered, “If I have found favor in your sight, O king, and if it pleases the king, let my life be given me at my petition, and my people at my request.
हिन्दीएस्तेर ७:३
एस्तेर रानी ने उत्तर दिया, “हे राजा! यदि तू मुझ पर प्रसन्न है, और राजा को यह स्वीकार हो, तो मेरे निवेदन से मुझे, और मेरे माँगने से मेरे लोगों को प्राणदान मिले।

સંદર્ભમાં

રાજા તથા હામાન એસ્તેર રાણીએ તૈયાર કરેલી મિજબાનીમાં આવ્યા.

બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતી વખતે રાજાએ એસ્તેરને પૂછ્યું; “એસ્તેર રાણી, તારી શી અરજ છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? અર્ધા રાજ્ય સુધી તે મંજૂર થશે.”

ત્યારે એસ્તેર રાણીએ કહ્યું, “હે રાજા જો મારા પર આપની કૃપાદ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો એ મારી અરજ છે અને મને મારા લોક આપો તેઓને જીવતા રહેવા દો. એટલી મારી વિનંતી છે.

કારણ કે અમે એટલે હું તથા મારા લોક, મારી નંખાવા માટે અને કતલ થઈ જવા માટે વેચાયાં છીએ જો અમને ફક્ત ગુલામ તથા ગુલામડીઓ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઈ પણ માગ્યું ન હોત, પણ જે ખલેલ રાજાને થશે તેને સરખામણીમાં અમારું દુઃખ કંઈ વિસાતમાં નથી.”

ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું જેણે આવું કરવાની હીંમત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં છે?”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.