નિર્ગમન ૧૧:૨
તમે ઇઝરાયલીઓને કહેજો કે; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.’નિર્ગમન ૧૧:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 11:2
- Speak now in the ears of the people, and let every man ask of his neighbor, and every woman of her neighbor, jewels of silver, and jewels of gold.”
- हिन्दी — निर्गमन ११:२
- मेरी प्रजा को मेरी यह आज्ञा सुना कि एक-एक पुरुष अपने-अपने पड़ोसी, और एक-एक स्त्री अपनी-अपनी पड़ोसिन से सोने-चाँदी के गहने माँग ले।”
સંદર્ભમાં
૧ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.
૨તમે ઇઝરાયલીઓને કહેજો કે; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસેથી સોનાચાંદીના ઘરેણાં માગી લે.’
૩પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”
૪મૂસાએ લોકોને કહ્યું, “યહોવાહ એવું કહે છે કે, ‘આજે મધ્યરાત્રિએ હું મિસરમાં ફરીશ.’
