નિર્ગમન ૧૨:૨૫
વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.નિર્ગમન ૧૨:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 12:25
- It shall happen when you have come to the land which the LORD will give you, as he has promised, that you shall keep this service.
- हिन्दी — निर्गमन १२:२५
- जब तुम उस देश में जिसे यहोवा अपने कहने के अनुसार तुम को देगा प्रवेश करो, तब वह काम किया करना।
સંદર્ભમાં
૨૩કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.
૨૪તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો.
૨૫વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.
૨૬જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, ‘આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?’
૨૭ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું.
