નિર્ગમન ૧૨:૩૬
યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.”નિર્ગમન ૧૨:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 12:36
- The LORD gave the people favor in the sight of the Egyptians, so that they let them have what they asked. They plundered the Egyptians.
- हिन्दी — निर्गमन १२:३६
- और यहोवा ने मिस्रियों को अपनी प्रजा के लोगों पर ऐसा दयालु किया कि उन्होंने जो-जो माँगा वह सब उनको दिया। इस प्रकार इस्राएलियों ने मिस्रियों को लूट लिया।
સંદર્ભમાં
૩૪ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી.
૩૫પછી જતાં પૂર્વે ઇઝરાયલીઓએ મૂસાના કહ્યા પ્રમાણે “પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં.
૩૬યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.”
૩૭ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.
૩૮અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં.
